Tuesday, June 29, 2010

કાવ્યપંક્તિઓ


નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહ
ન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ
પ્રાચીન

મહેમાનોને માન દિલ ભરીને દીધાં નહિ
એ તો મેડી નહિ મસાણ સાચું સોરઠિયો ભણે
પ્રાચીન

દળ ફરે વાદળ ફરે ફરે નદીનાં પૂર
પણ શૂરા બોલ્યા નવ ફરે પશ્વિમ ઊગે સૂર
પ્રાચીન

રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર
પ્રાચીન

વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય
વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય
પ્રાચીન

જે જાય જાવે તે કદી ન પાછો આવે
જો પાછો આવે તો પોયરાનાં પોયરા ખાવે
લોકોક્તિ

વિપત પડે નવ વલખિએ વલખે વિપત નવ જાય
વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય
પ્રાચીન

દીઠે કરડે કુતરો પીઠે કરડે વાઘ
વિશ્વાસે કરડે વાણિયો દબાયો કરડે નાગ
પ્રાચીન

નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત
પ્રાચીન

કંથા તું કુંજર ચઢ્યો હેમ કટોરા હથ્થ
માંગ્યા મુક્તાફળ મળે પણ ભીખને માથે ભઠ્ઠ
પ્રાચીન

કોયલડી ને કાગ ઈ વાને વરતાય નહિ
જીભલડીમાં જવાબ સાચું સોરઠીયો ભણે
પ્રાચીન

અડી કડી વાવ ને નવઘણ કૂવો
જેણે ન જોયા તે જીવતો મૂઓ
પ્રાચીન

ભલ્લા હુઆ જુ મારિઆ બહિણિ મહારા કન્તુ
લજ્જેજ્જં તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરુ એન્તુ
(ભલું થયું કે મરાયા બહેની મારા કંથ
લાજવું પડત સખિઓમાં જો ભાગી ઘેર આવ્યા હોત)
-હેમચંદ્રાચાર્ય

શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ
પ્રાચીન

કચ્છડો ખેંલે ખલકમેં મહાસાગરમેં મચ્છ
જિન હકડો કચ્છી વસે ઉન ડિયાણી કચ્છ
પ્રાચીન

ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે
મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો કાં ન થયો
મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે
ગયા ચડાવણહાર જીવતા જાતર આવશે
પ્રાચીન

જનની જણ તો ભક્તજન કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી રખે ગુમાવે નૂર
પ્રાચીન

જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય
પ્રાચીન

જોઈ વહોરિયે જાત મરતાં લગ મેલે નહિ
પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ
પ્રાચીન

સાચી પ્રીત શેવાળની જળ સૂકે સકાય રે
માંયલો હંસલો સ્વાર્થી જળ સૂકે ઊડી જાય
પ્રાચીન

જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ
ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મૂઈ
લોકોક્તિ

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવિ
લોકોક્તિ

કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ
બાળવાર્તા

મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય
સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય
લોકોક્તિ

કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુખ
ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ
અજ્ઞાત

અબે તબે કે સોલ હી આને અઠે કઠે કે આઠ
ઈકડે તીકડે કે ચાર આને શું શા પૈસા ચાર
પ્રાચીન

નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય
શત લાંઘણ જો સિંહ કરે તો ય તૃણ નવ ખાય
પ્રાચીન

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું
તે જ હું તે જ હું શબ્દ બોલે
-નરસિંહ મહેતા

ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં
અંતે તો હેમનું હેમ હોયે
-નરસિંહ મહેતા

પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન
-નરસિંહ મહેતા

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે
-નરસિંહ મહેતા

ભલું થયું ને ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ
-નરસિંહ મહેતા

એવા રે અમો એવા રે એવા
તમે કહો છો વળી તેવા રે
-નરસિંહ મહેતા

ઝેર તો પીધા છે જાણી જાણી
મેવાડા રાણા
ઝેર તો પીધા છે જાણી જાણી
-મીરાંબાઈ

સાકર શેરડીનો સ્વાદ તજીને
કડવો લીમડો ઘોળ મા રે
-મીરાંબાઈ

ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરે ઉદાસ
ખર ઘુવડ ને મુરખ જન સુખે સુએ નિજ વાસ
-ગણપતરામ

વાડ થઈ ચીભડાં ગળે સોંઘી વસ્તુ ક્યાંથી મળે
ખળું ખાતું હોય જો અન્ન તો જીવે નહિ એકે જન
-શામળ ભટ્ટ

ઉજ્જડ ખેડાં ફરી વસે
નિર્ધનિયાં ધની હોય
ગયાં ન જોબન સાંપડે
મુઆ ન જીવે કોય
-શામળ ભટ્ટ

ભાષાને શું વળગે ભૂર
જે રણમાં જીતે તે શૂર
સંસ્કૃત બોલે તે શું થયું
કાંઈ પ્રાકૃતથી નાસી ગયું
-અખો

એ જ્ઞાન અમને ગમતું નથી રૂષિ રાયજી રે
બાળક માંગે અન્ન લાગું પાયજી રે
-પ્રેમાનંદ

પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે
માંહી પડ્યા તે મહાસુખ પામે દેખણહારા દાઝે
-પ્રીતમદાસ

તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો
ખારા જળનો દરિયો ભરિયો મીઠા જળનો લોટો
-પ્રેમશંકર ભટ્ટ

નથી મૃત્તિકામાં પ્રભુ નથી પિત્તળમાં પેઠો
કનકની મુર્તિ કરે નથી ઈશ્વર મહીં બેઠો
નથી ઘોરોમાં પીર નથી જૈનોને દેરે
અસલ જૂએ નહિ કોય સૌ નકલો હેરે
-નરભેરામ

અરે ન કીધાં કેમ ફૂલ આંબે
કર્યા વળી કંટક શા ગુલાબે
સુલોચનાને શિર અંધ સ્વામી
અરે વિધાતા તુજ કૃત્ય ખામી
-દલપતરામ

કોયલ નવ દે કોઈને હરે ન કોનું કાગ
મીઠાં વચનથી સર્વનો લે કોયલ અનુરાગ
-દલપતરામ

દેખ બિચારી બકરીનો કોઈ ન જાતાં પકડે કાન
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન
-દલપતરામ

ઝાઝા નબળાં લોકથી કદી ન કરીએ વેર
કીડી કાળા નાગનો પ્રાણ જ લે આ પેર
-દલપતરામ

અન્યનું તો એક વાંકું આપના અઢાર છે
-દલપતરામ

વા વાયો ને નળિયું ખસ્યું એ દેખીને કુતરું ભસ્યું
-દલપતરામ

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા
-દલપતરામ

કાણાને કાણો કહે તો કડવાં લાગે વેણ
હળવે રહીને પૂછીયે શાથી ખોયાં નેણ
-દલપતરામ

સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે
-નર્મદ

સુખી હું તેથી કોને શું દુખી હું તેથી કોને શું
-ગોવર્ધનરામ

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
ક્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રન્થ જો
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને
કવ વિચરશું મહત પુરુષને પંથ જો
-સદગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
-ખબરદાર

સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ
-બહેરામજી મલબારી

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
-બાલાશંકર

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે
-બાલાશંકર

છે માનવી જીવનની ઘટમાળ એવી
દુખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી
-નરસિંહરાવ

પીપળ પાન ખરંતા હસતી કુંપળિયાં
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં
-નરસિંહરાવ

ઉપકાર કરીને મૂક રહે
સામો ઉપકાર ન લેશ ચહે
જે નિડરપણે હિત સ્પષ્ટ કહે
તે મારે મન પરમેશ્વર છે
-પ્રભાશંકર પટ્ટણી

કલા છે ભોજ્ય મીઠી પણ ભોક્તા વિણ કલા નહિ
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ
-કલાપી

સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે
સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે
-કલાપી

રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ
નહિ તો ના બને આવું બોલી માતા ફરી રડી
-કલાપી

હું જાઉં છું હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહિ
સો સો દીવાલો બાંધતાં પણ ફાવશો કોઈ નહિ
-કલાપી

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે
-કલાપી

હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી
-કલાપી

રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું
ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું
-કલાપી

જે પોષતું તે મારતું
શું ક્રમ નથી એ કુદરતી
-કલાપી

વ્હાલી બાબાં સહન કરવું એ ય છે એક લ્હાણું
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું
-કલાપી

ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે
-કલાપી

મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા
હમારો રાહ ન્યારો છે તમોને જે ન ફાવ્યો તે
-કલાપી

પધારો એમ કહેવાથી પધારે તે પધાર્યા ના
નિમંત્રણ પ્રેમીને શેનાં અનાદર પ્રેમીને શાનો
વિનયની પૂરણી માગે અધુરી તેટલી પ્રીતિ
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને
-દા.ખુ. બોટાદકર

ઉચ્ચાત્મા અસમાન ઉપર ખરે ના કોપ ક્યારે કરે
ચેષ્ટા તુચ્છ તણી ઉદાર હ્રદયે શું સ્થાન પામી શકે ?
-દા.ખુ. બોટાદકર

એકાંતે કે જનસમૂહમાં રાખવી એક રીતિ
સ્વીકારેલો પથ ન ત્યજવો સંતની એ સુનીતિ
-દા.ખુ. બોટાદકર

[શિખરિણી]
વસી ખૂણે ખાતા મનુજ નજરે પુષ્કળ પડે
અને વે'ચી ખાતા પણ બહુ વિવેકી જન જડે
પરંતુ કૈં રાખ્યા વગર નિજ સંચ્યું જગતને
સમર્પી સંતોષે વસવું વિરલાથી પ્રિય બને
-દા.ખુ. બોટાદકર

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે
-મણિલાલ નભુભાઈ દ્વિવેદી

રસ તરસ્યા ઓ બાળ
રસની રીત મ ભૂલશો
પ્રભુએ બાંધી પાળ
રસ સાગરની પુણ્યથી
-નાનાલાલ

હૃદયની આજ્ઞા એક અને ચરણના ચાલવાં બીજાં
-નાનાલાલ

પાર્થને કહો, ચડાવે બાણ
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
-નાનાલાલ

આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
-નાનાલાલ

પીળાં પર્ણૉ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં
-રમણભાઈ નીલકંઠ

નહીં નમશે નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

ઘટમાં ઘોડાં થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠી ભોમકા પર યૌવન માંડે આંખ
-ઝવેરચંદ મેઘાણી

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે
-ઝવેરચંદ મેઘાણી

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ
-ઝવેરચંદ મેઘાણી

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
શૂરા જાગજો રે કાયર ભાગજો રે
-ફૂલચંદભાઇ શાહ

સ્વતંત્ર પ્રકૃત્તિ તમામ એક માનવી જ કાં ગુલામ
-ઉમાશંકર જોશી

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી ના લાધશે
-ઉમાશંકર જોશી

હું માનવી માનવ થાઉં તો પણ ઘણું
-ઉમાશંકર જોશી

તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠા
-કરસનદાસ માણેક

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે, જિંદગીના મોજા
-મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા
ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ
-મકરંદ દવે

ઝાઝા છે ગુરુજીઓ ઝાઝા છે વળી ચેલા
એ દેશમાં છે માનવ મૃત્યુ વગર મરેલા
ઝાઝા છે પક્ષકારો ઝાઝા છે દેશનેતા
એ દેશમાં તો કાયમ છે વેંતિયા વિજેતા
-મકરંદ દવે

આપણાં દુ:ખનું કેટલું જોર
ભાઈ રે આપણાં દુ:ખનું કેટલું જોર
નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર
-રાજેન્દ્ર શાહ

લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું
તું જીતે ને થાઉં ખુશી હું લેને ફરી ફરીને હારું
-રાજેન્દ્ર શુક્લ

ઉંબરાની કોરે બેસી બાળકની જેમ
સમયના ટુકડાને ચગળતું મૌન
-રાજેન્દ્ર શુક્લ

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં
-જગદીશ જોશી

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી 'શયદા'

બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
–બરકત વીરાણી ‘બેફામ’

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી
–બરકત વીરાણી ‘બેફામ’

ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો મને
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને
–બરકત વીરાણી ‘બેફામ’

આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને
–બરકત વીરાણી ‘બેફામ’

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
–બરકત વીરાણી ‘બેફામ’

ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધાં બેફામ
નથી જન્નતમાં જવું મારે દુનિયાની હવા લઈને
–બરકત વીરાણી ‘બેફામ’

અમે બરફનાં પંખી રે ટહુકે ટહુકે પીગળ્યા
-અનિલ જોશી

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
-રમેશ પારેખ

સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે
ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે
-રમેશ પારેખ


મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો વાંચો
વડી કચેરી તમે હરિવર હુકમ આપજો સાચો
-રમેશ પારેખ

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
-મનોજ ખંડેરિયા

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
-આદિલ મન્સુરી

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી
-જલન માતરી

જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે
-મરીઝ

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું
-અમૃત 'ઘાયલ'

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે
-અમૃત 'ઘાયલ'

અમૃતથી હોઠ સૌના એંઠાં કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરીયે સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
-અમૃત 'ઘાયલ'

કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છું
-અમૃત 'ઘાયલ'

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં
-સૈફ પાલનપુરી

જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે
પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે
-ચિનુ મોદી 'ઈર્શાદ'

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ
છો રહે ફોરમ વિહોણા જિંદગીના વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ
-મનહરલાલ ચોક્સી

લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
'ઓ હો,દર્શન થઈ ગયા',બોલે જાદવરાય
-ઉદયન ઠક્કર

હોઠ હસે તો ફાગુન ગોરી! આંખ ઝરે તો સાવન
મોસમ મારી તું જ કાળની મિથ્યા આવનજાવન
-હરીન્દ્ર દવે


રાતદિવસનો રસ્તો વ્હાલમ નહિ તો ખૂટે કેમ
તમે કરજો પ્રેમની વાતો અમે કરીશું પ્રેમ
-સુરેશ દલાલ

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
-ચિત્રભાનુ

કહેવતો, રૂઢિ પ્રયોગો અને તળપદા શબ્દો


# અક્કરમીનો પડીઓ કાંણો
# અક્કલ ઉધાર ન મળે
# અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
# અચ્છોવાના કરવાં
# અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ
# અજાણ્યો અને આંધળો બેઉ સરખા
# અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
# અતિ ચીકણો બહુ ખરડાય
# અતિ લોભ તે પાપનું મૂળ
# અણીનો ચૂક્યો સો વરસ જીવે
# અધૂરો ઘડો છલકાય ઘણો
# અન્ન અને દાંતને વેર
# અન્ન તેવો ઓડકાર
# અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
# અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
# અવળે અસ્ત્રે મૂંડી નાખવો
# અંગૂઠો બતાવવો
# અંજળ પાણી ખૂટવા
# અંધારામાં તીર ચલાવવું
# અંબાડીએ બેસીને છાણાં ન વિણાય
# આકાશ પાતાળ એક કરવા
# આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
# આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
# આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
# આજ રોકડા, કાલ ઉધાર
# આજની ઘડી અને કાલનો દી
# આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
# આદુ ખાઈને પાછળ પડી જવું
# આપ ભલા તો જગ ભલા
# આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
# આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
# આપ સમાન બળ નહિ
# આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
# આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
# આફતનું પડીકું
# આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
# આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
# આમલી પીપળી બતાવવી
# આરંભે શૂરા
# આલાનો ભાઈ માલો
# આલિયાની ટોપી માલિયાને માથે
# આવ પાણા પગ ઉપર પડ
# આવ બલા પકડ ગલા
# આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
# આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
# આવી ભરાણાં
# આળસુનો પીર
# આંકડે મધ ભાળી જવું
# આંખ આડા કાન કરવા
# આંગળા ચાટ્યે પેટ ન ભરાય
# આંગળી ચિંધવાનું પુણ્ય
# આંગળી દેતાં પહોંચો પકડે
# આંગળીથી નખ વેગળા જ રહે
# આંગળીના વેઢે ગણાય એટલાં
# આંતરડી કકળાવવી/દૂભવવી
# આંતરડી ઠારવી
# આંધળામાં કાણો રાજા
# આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
# આંધળી દળે ને કૂતરા ખાય
# આંધળે બહેરું કૂટાય
# આંધળો ઓકે સોને રોકે
# ઈંટનો જવાબ પથ્થર
# ઉકલ્યો કોયડો કોડીનો
# ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
# ઉતાવળે આંબા ન પાકે
# ઊગતા સૂરજને સૌ નમે
# ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
# ઊઠાં ભણાવવા
# ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
# ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
# ઊતર્યો અમલદાર કોડીનો
# ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
# ઊંચે આભ ને નીચે ધરતી
# ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
# ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
# ઊંટના ઊંટ ચાલ્યા જાય
# ઊંટની પીઠે તણખલું
# ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
# ઊંડા પાણીમાં ઊતરવું
# ઊંદર બિલાડીની રમત
# ઊંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
# ઊંધા રવાડે ચડાવી દેવું
# ઊંધી ખોપરીનો માણસ
# ઊંબાડિયું કરવાની ટેવ
# એક કરતાં બે ભલા
# એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
# એક કાંકરે બે પક્ષી મારવા
# એક ઘા ને બે કટકા
# એક ઘાએ કૂવો ન ખોદાય
# એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
# એક નકટો સૌને નકટાં કરે
# એક નન્નો સો દુ:ખ હણે
# એક નૂર આદમી હજાર નૂર કપડાં
# એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
# એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
# એક ભવમાં બે ભવ કરવા
# એક મરણિયો સોને ભારી પડે
# એક મ્યાનમાં બે તલવાર ન રહે
# એક સાંધે ત્યાં તેર તૂટે
# એક હાથે તાળી ન પડે
# એકનો બે ન થાય
# એના પેટમાં પાપ છે
# એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
# એરણની ચોરી ને સોયનું દાન
# એલ-ફેલ બોલવું
# ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
# ઓછું પાત્ર ને અદકું ભણ્યો
# ઓડનું ચોડ કરવું
# ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે
# કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
# કજિયાનું મોં કાળું
# કડવું ઓસડ મા જ પાય
# કડવો ઘૂંટડો ગળે ઊતારવો
# કપાસિયે કોઠી ફાટી ન જાય
# કપાળ જોઈને ચાંદલો કરાય
# કમળો હોય તેને પીળું દેખાય
# કમાઉ દીકરો સૌને વહાલો લાગે
# કરમ કોડીના અને લખણ લખેશરીના
# કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
# કરો કંકુના
# કરો તેવું પામો, વાવો તેવું લણો
# કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
# કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
# કાકા મટીને ભત્રીજા ન થવાય
# કાકો પરણ્યો ને ફોઈ રાંડી
# કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
# કાગડા બધે ય કાળા હોય
# કાગડો દહીંથરું લઈ ગયો
# કાગના ડોળે રાહ જોવી
# કાગનું બેસવું ને ડાળનું પડવું
# કાગનો વાઘ કરવો
# કાચા કાનનો માણસ
# કાચું કાપવું
# કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
# કાન છે કે કોડિયું?
# કાન પકડવા
# કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
# કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
# કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
# કાનાફૂંસી કરવી
# કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
# કામ કામને શિખવે
# કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
# કામના કૂડા ને વાતોના રૂડા
# કારતક મહિને કણબી ડાહ્યો
# કાળા અક્ષર ભેંશ બરાબર
# કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
# કાંચિડાની જેમ રંગ બદલવા
# કાંટો કાંટાને કાઢે
# કીડી પર કટક ન ઊતારાય
# કીડીને કણ અને હાથીને મણ
# કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી
# કીધે કુંભાર ગધેડે ન ચડે
# કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
# કુલડીમાં ગોળ ભાંગવો
# કુંન્ડુ કથરોટને હસે
# કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
# કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
# કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
# કૂતરું કાઢતા બિલાડું પેઠું
# કૂવામાં હોય તો અવેડામાં આવે
# કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
# કેસરિયા કરવા
# કોઈની સાડીબાર ન રાખે
# કોઠી ધોયે કાદવ જ નીકળે
# કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો
# કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો
# કોણીએ ગોળ ચોપડવો
# કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ?
# કોથળામાં પાનશેરી રાખીને મારવો
# કોથળામાંથી બિલાડું કાઢવું
# કોના બાપની દિવાળી
# કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે
# કોલસાની દલાલીમાં કાળા હાથ
# ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?
# ખણખોદ કરવી
# ખરા બપોરે તારા દેખાડવા
# ખંગ વાળી દેવો
# ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
# ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
# ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
# ખાડો ખોદે તે પડે
# ખાતર ઉપર દીવો
# ખાલી ચણો વાગે ઘણો
# ખાળે ડૂચા અને દરવાજા મોકળા
# ખિસ્સા ખાલી ને ભભકો ભારી
# ખીલાના જોરે વાછરડું કૂદે
# ખેલ ખતમ, પૈસા હજમ
# ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
# ખોટો રૂપિયો કદી ન ખોવાય
# ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
# ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર
# ગઈ ગુજરી ભૂલી જ જવાની હોય
# ગઈ તિથિ જોશી પણ ન વાંચે
# ગગા મોટો થા પછી પરણાવશું
# ગજ વાગતો નથી
# ગજવેલના પારખાં ન હોય
# ગતકડાં કાઢવા
# ગધેડા ઉપર અંબાડી ન શોભે
# ગધેડાને તાવ આવે તેવી વાત
# ગરજ સરી એટલે વૈદ વેરી
# ગરજવાનને અક્કલ ન હોય
# ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
# ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
# ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
# ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
# ગાડા નીચે કૂતરું
# ગાડી પાટે ચડાવી દેવી
# ગાડું ગબડાવવું
# ગાડું જોઈને ગુડા ભાંગે
# ગાભા કાઢી નાખવા
# ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
# ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
# ગામના મોંએ ગરણું ન બંધાય
# ગામનો ઉતાર
# ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
# ગાય દોહી કૂતરાને પાવું
# ગાંજ્યો જાય તેવો નથી
# ગાંઠના ગોપીચંદન
# ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
# ગાંડાના ગામ ન વસે
# ગાંડી માથે બેડું
# ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
# ગાંધી-વૈદનું સહીયારું
# ગેંગે-ફેંફે થઈ જવું
# ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
# ગોળ નાખો એટલું ગળ્યું લાગે
# ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર
# ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
# ગ્રહણ ટાણે સાપ નીકળવો
# ઘડો-લાડવો કરી નાખવો
# ઘર ફૂટે ઘર જાય
# ઘર બાળીને તીરથ ન કરાય
# ઘરડા ગાડા વાળે
# ઘરડી ઘોડી લાલ લગામ
# ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
# ઘરના ભુવા ને ઘરના ડાકલાં
# ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
# ઘરની ધોરાજી ચલાવવી
# ઘરમાં વાઘ બહાર બકરી
# ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
# ઘરે ધોળો હાથી બાંઘવો
# ઘા પર મીઠું ભભરાવવું
# ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
# ઘી ઢોળાયું તો ખીચડીમાં
# ઘી-કેળાં થઈ જવા
# ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
# ઘેર ઘેર માટીના ચૂલા
# ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
# ઘોડે ચડીને આવવું
# ઘોરખોદિયો
# ઘોંસ પરોણો કરવો
# ચકલી નાની ને ફૈડકો મોટો
# ચકીબાઈ નાહી રહ્યાં
# ચડાઉ ધનેડું
# ચપટી ધૂળની ય જરૂર પડે
# ચપટી મીઠાની તાણ
# ચમડી તૂટે પણ દમડી ન છૂટે
# ચમત્કાર વિના નમસ્કાર નહિ
# ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
# ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
# ચાદર જોઈને પગ પહોળા કરાય
# ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
# ચાલતી ગાડીએ ચડી બેસવું
# ચીભડાના ચોરને ફાંસીની સજા
# ચીંથરે વીંટાળેલું રતન
# ચેતતો નર સદા સુખી
# ચોર કોટવાલને દંડે
# ચોર પણ ચાર ઘર છોડે
# ચોરની દાઢીમાં તણખલું
# ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
# ચોરની માને ભાંડ પરણે
# ચોરની વાદે ચણા ઉપાડવા જવું
# ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
# ચોરને ઘેર ચોર પરોણો
# ચોરનો ભાઈ ઘંટીચોર
# ચોરી પર શીનાજોરી
# ચોળીને ચીકણું કરવું
# ચૌદમું રતન ચખાડવું
# છકી જવું
# છક્કડ ખાઈ જવું
# છછૂંદરવેડા કરવા
# છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
# છાગનપતિયાં કરવા
# છાજિયા લેવા
# છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
# છાતી પર મગ દળવા
# છાપરે ચડાવી દેવો
# છાશ લેવા જવી અને દોણી સંતાડવી
# છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
# છાસિયું કરવું
# છિનાળું કરવું
# છીંડે ચડ્યો તે ચોર
# છેલ્લા પાટલે બેસી જવું
# છેલ્લું ઓસડ છાશ
# છોકરાંને છાશ ભેગા કરવા
# છોકરાંનો ખેલ નથી
# છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
# છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય
# જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
# જનોઈવઢ ઘા
# જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
# જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
# જમાઈ એટલે દશમો ગ્રહ
# જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
# જશને બદલે જોડા
# જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
# જા બિલાડી મોભામોભ
# જા બિલ્લી કૂત્તે કો માર
# જાગ્યા ત્યાંથી સવાર
# જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
# જાતે પગ પર કુહાડો મારવો
# જીભ આપવી
# જીભ કચરવી
# જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
# જીવ ઝાલ્યો રહેતો નથી
# જીવતા જગતિયું કરવું
# જીવતો નર ભદ્રા પામે
# જીવવું થોડું ને જંજાળ ઝાઝી
# જીવો અને જીવવા દો
# જીવ્યા કરતાં જોયું ભલું
# જે ચડે તે પડે
# જે જન્મ્યું તે જાય
# જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
# જે નમે તે સૌને ગમે
# જે ફરે તે ચરે
# જે વાર્યા ન વરે તે હાર્યા વરે
# જે સૌનું થશે તે વહુનું થશે
# જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
# જેટલા મોં તેટલી વાતો
# જેટલા સાંધા એટલા વાંધા
# જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
# જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
# જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ
# જેના લગન હોય તેના જ ગીત ગવાય
# જેના હાથમાં તેના મોંમા
# જેની લાઠી તેની ભેંસ
# જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
# જેનું ખાય તેનું ખોદે
# જેનું નામ તેનો નાશ
# જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
# જેને રામ રાખે તેને કોણ ચાખે
# જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
# જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
# જેવા સાથે તેવા
# જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
# જેવી સોબત તેવી અસર
# જેવું કામ તેવા દામ
# જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
# જેવો દેશ તેવો વેશ
# જેવો સંગ તેવો રંગ
# જોશીના પાટલે અને વૈદના ખાટલે
# જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
# જ્યાં ચાહ ત્યાં રાહ
# જ્યાં સંપ ત્યાં જંપ
# જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ
# ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
# ઝાઝા હાથ રળિયામણા
# ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
# ઝાઝી કીડી સાપને ખાઈ જાય
# ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
# ઝેરના પારખા ન હોય
# ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
# ટાઢા પહોરની તોપ ફોડવી
# ટાઢા પાણીએ ખસ ગઈ
# ટાલિયા નર કો'ક નિર્ધન
# ટાંટીયાની કઢી થઈ જવી
# ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
# ટેભા ટૂટી જવા
# ટોપી ફેરવી નાખવી
# ઠરીને ઠામ થવું
# ઠરીને ઠીંકરું થઈ જવું
# ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
# ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે
# ડહાપણની દાઢ ઊગવી
# ડાકણેય એક ઘર તો છોડે
# ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
# ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
# ડાંગે માર્યા પાણી જુદા ન પડે
# ડીંગ હાંકવી
# ડીંડવાણું ચલાવવું
# ડુંગર દૂરથી રળિયામણા
# ડૂબતો માણસ તરણું પકડે
# ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
# ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
# ઢાંકો-ઢૂંબો કરવો
# તમાચો મારી ગાલ લાલ રાખવો
# તમાશાને તેડું ન હોય
# તલપાપડ થવું
# તલમાં તેલ નથી
# તલવારની ધાર ઉપર ચાલવું
# ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
# ત્રાગું કરવું
# ત્રેવડ એટલે ત્રીજો ભાઈ
# તારા જેવા તાંબિયાના તેર મળે છે
# તારા બાપનું કપાળ
# તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
# તારું મારું સહિયારું ને મારું મારા બાપનું
# તાલમેલ ને તાશેરો
# તાંબિયાની તોલડી તેર વાના માંગે
# તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
# તીસમારખાં
# તુંબડીમાં કાંકરા
# તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
# તેલ જુઓ તેલની ધાર જુઓ
# તેલ પાઈને એરંડિયું કાઢવું
# તોબા પોકારવી
# તોળી તોળીને બોલવું
# થાક્યાના ગાઉ છેટા હોય
# થાબડભાણા કરવા
# થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
# થૂંકના સાંધા કેટલા દી ટકે?
# થૂંકેલું પાછું ગળવું
# દયા ડાકણને ખાય
# દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
# દળી, દળીને ઢાંકણીમાં
# દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
# દાઝ્યા પર ડામ
# દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
# દાણો દબાવી/ચાંપી જોવો
# દાધારિંગો
# દાનત ખોરા ટોપરા જેવી
# દામ કરે કામ અને બીબી કરે સલામ
# દાળમાં કાળું
# દાંત કાઢવા
# દાંત ખાટા કરી નાખવા
# દાંતે તરણું પકડવું
# દી ભરાઈ ગયા છે
# દીકરી એટલે સાપનો ભારો
# દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
# દીવા તળે અંધારું
# દીવાલને પણ કાન હોય
# દુકાળમાં અધિક માસ
# દુ:ખતી રગ દબાવવી
# દુ:ખનું ઓસડ દહાડા
# દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
# દૂઝણી ગાયની લાત ભલી
# દૂધ પાઈને સાપ ઉછેરવો
# દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
# દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
# દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
# દે દામોદર દાળમાં પાણી
# દેખવું નહિ અને દાઝવું નહિ
# દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
# દોડવું હતું ને ઢાળ મળ્યો
# દોરડી બળે પણ વળ ન છૂટે
# દ્રાક્ષ ખાટી છે
# ધકેલ પંચા દોઢસો
# ધણીની નજર એક, ચોરની નજર ચાર
# ધનોત-પનોત કાઢી નાખવું
# ધરતીનો છેડો ઘર
# ધરમ કરતાં ધાડ પડી
# ધરમ ધક્કો
# ધરમના કામમાં ઢીલ ન હોય
# ધરમની ગાયના દાંત ન જોવાય
# ધાર્યું ધણીનું થાય
# ધીરજના ફળ મીઠા હોય
# ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
# ધૂળ ઉપર લીંપણ ન કરાય
# ધોકે નાર પાંસરી
# ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
# ધોયેલ મૂળા જેવો
# ધોળા દિવસે તારા દેખાવા
# ધોળામાં ધૂળ પડી
# ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
# ન આવડે ભીખ તો વૈદું શીખ
# ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
# ન બોલ્યામાં નવ ગુણ
# ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
# ન મામા કરતા કહેણો મામો સારો
# નકલમાં અક્કલ ન હોય
# નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
# નજર ઉતારવી
# નજર બગાડવી
# નજર લાગવી
# નજરે ચડી જવું
# નજરે જોયાનું ઝેર છે
# નથ ઘાલવી
# નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
# નબળો ધણી બૈરી પર શૂરો
# નમાજ પડતા મસીદ કોટે વળગી
# નરમ ઘેંશ જેવો
# નવ ગજના નમસ્કાર
# નવરો ધૂપ
# નવરો બેઠો નખ્ખોદ કાઢે
# નવાણિયો કૂટાઈ ગયો
# નવાણુંનો ધક્કો લાગવો
# નવી ગિલ્લી નવો દાવ
# નવી વહુ નવ દહાડા
# નવે નાકે દિવાળી
# નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
# નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
# નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
# નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
# નસીબનો બળિયો
# નાક કપાઈ જવું
# નાક કપાવી અપશુકન ન કરાવાય
# નાકે છી ગંધાતી નથી
# નાગાની પાનશેરી ભારે હોય
# નાગાને નાવું શું અને નીચોવવું શું ?
# નાચવું ન હોય તો આંગણું વાંકુ
# નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
# નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
# નાના મોઢે મોટી વાત
# નાનો પણ રાઈનો દાણો
# નીર-ક્ષીર વિવેક
# નેવાના પાણી મોભે ના ચડે
# નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય
# પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
# પગ કુંડાળામાં પડી જવો
# પગ ન ઊપડવો
# પડતો બોલ ઝીલવો
# પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
# પડ્યા પર પાટું
# પડ્યો પોદળો ધૂળ ઉપાડે
# પઢાવેલો પોપટ
# પત્તર ખાંડવી
# પથ્થર ઉપર પાણી
# પરચો આપવો/દેખાડવો
# પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
# પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
# પવન પ્રમાણે સઢ ફેરવવો
# પહેલું સુખ તે જાતે નર્યા
# પહેલો ઘા પરમેશ્વરનો
# પહેલો સગો પાડોશી
# પહોંચેલ માયા/બુટ્ટી
# પ્રસાદી ચખાડવી
# પંચ કહે તે પરમેશ્વર
# પાકા ઘડે કાંઠા ન ચડે
# પાઘડી ફેરવી નાખવી
# પાઘડીનો વળ છેડે આવે
# પાટિયાં બેસી જવાં
# પાટો બાઝવો
# પાઠ ભણાવવો
# પાણી ઉતારવું
# પાણી ચડાવવું
# પાણી દેખાડવું
# પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
# પાણી પાણી કરી નાખવું
# પાણી પીને ઘર પૂછવું
# પાણી ફેરવવું
# પાણીચું આપવું
# પાણીમાં બેસી જવું
# પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
# પાણીમાંથી પોરા કાઢવા
# પાનો ચડાવવો
# પાપ છાપરે ચડીને પોકારે
# પાપડતોડ પહેલવાન
# પાપડી ભેગી ઈયળ બફાય
# પાપનો ઘડો ભરાઈ જવો
# પાપી પેટનો સવાલ છે
# પારકા કજિયા ઉછીના ન લેવાય
# પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય
# પારકી આશ સદા નિરાશ
# પારકી છઠ્ઠીનો જાગતલ
# પારકી મા જ કાન વિંધે
# પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
# પારકે પાદર પહોળા થવું
# પારકે પૈસે દિવાળી
# પારકે પૈસે પરમાનંદ
# પારકે ભાણે લાડુ મોટો દેખાય
# પાશેરામાં પહેલી પૂણી છે
# પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
# પાંચમાં પૂછાય તેવો
# પાંચે ય આંગળી ઘીમાં
# પાંચે ય આંગળી સરખી ન હોય
# પાંચે ય આંગળીએ દેવ પૂજવા
# પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
# પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
# પીઠ પાછળ ઘા
# પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
# પુણ્ય પરવારી જવું
# પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
# પુરાણ માંડવું
# પેટ કરાવે વેઠ
# પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
# પેટ છે કે પાતાળ ?
# પેટછૂટી વાત કરવી
# પેટનો બળ્યો ગામ બાળે
# પેટમાં પેસીને પગ પહોળા કરવા
# પેટમાં ફાળ પડવી
# પેટિયું રળી લેવું
# પેટે પાટા બાંધવા
# પૈસા તો ડાબા હાથનો મેલ છે
# પૈસાનું પાણી કરવું
# પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
# પોચું ભાળી જવું
# પોત પ્રકાશવું
# પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે
# પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
# પોતાનો કક્કો જ ખરો કરવો
# પોતિયા ઢીલા થઈ જવા
# પોતિયું કાઢીને ઊભા રહેવું
# પોથી માંહેના રીંગણા
# પોદળામાં સાંઠો
# પોપટીયું જ્ઞાન
# પોપાબાઈનું રાજ
# પોબારા ગણી જવા
# પોલ ખૂલી ગઈ
# ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
# ફના- ફાતિયા થઈ જવા
# ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે
# ફાચર મારવી
# ફાટીને ધુમાડે જવું
# ફાવ્યો વખણાય
# ફાળિયું ખંખેરી નાખવું
# ફાંકો રાખવો
# ફુલ નહિ તો ફુલની પાંખડી
# ફૂલાઈને ફાળકો થઈ જવું
# ફૂંકી ફૂંકીને પગ મૂકવો
# બકરું કાઢતા ઊંટ પેઠું
# બગભગત-ઠગભગત
# બગાસું ખાતા પતાસું મળ્યું
# બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
# બધો ભાર કન્યાની કેડ પર
# બલિદાનનો બકરો
# બળતાંમાં ઘી હોમવું
# બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
# બળિયાના બે ભાગ
# બાઈ બાઈ ચારણી
# બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
# બાડા ગામમાં બે બારશ
# બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
# બાપ શેર તો દીકરો સવા શેર
# બાપના કૂવામાં ડુબી ન મરાય
# બાપના પૈસે તાગડધીન્ના
# બાપનું વહાણ ને બેસવાની તાણ
# બાપે માર્યા વેર
# બાફી મારવું
# બાર ગાઉએ બોલી બદલાય
# બાર બાવા ને તેર ચોકા
# બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
# બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
# બારે મેઘ ખાંગા થવા
# બારે વહાણ ડૂબી જવા
# બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
# બાવા બાર ને લાડવા ચાર
# બાવાના બેઉ બગડ્યા
# બાવો ઉઠ્યો બગલમાં હાથ
# બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
# બિલાડીના કીધે શીંકુ ન ટૂટે
# બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
# બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
# બિલાડીને દૂધ ભળાવો તો પછી શું થાય ?
# બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
# બીડું ઝડપવું
# બે ઘરનો પરોણો ભૂખે મરે
# બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
# બે પાંદડે થવું
# બે બદામનો માણસ
# બે બાજુની ઢોલકી વગાડવી
# બેઉ હાથમાં લાડવા
# બેઠાં બેઠાં ખાધે તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય
# બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
# બોડી-બામણીનું ખેતર
# બોલે તેના બોર વેંચાય
# બંધ બેસતી પાઘડી પહેરી લેવી
# બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય
# ભડનો દીકરો
# ભણેલા ભીંત ભૂલે
# ભલભલાને ભૂ પાઈ દેવું
# ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
# ભાગતા ભૂતની ચોટલી ભલી
# ભાગ્યશાળીને ભૂત રળે
# ભાંગરો વાટવો
# ભાંગ્યાનો ભેરુ
# ભાંગ્યું તો ય ભરુચ
# ભાંડો ફૂટી ગયો
# ભીખના હાંલ્લા શીંકે ન ચડે
# ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
# ભૂત ગયું ને પલિત આવ્યું
# ભૂતનું સ્થાનક પીપળો
# ભૂતોભાઈ પણ ઓળખતો નથી
# ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
# ભૂંડાથી ભૂત ભાગે
# ભૂંડાને પણ સારો કહેવડાવે તેવો છે
# ભેખડે ભરાવી દેવો
# ભેજાગેપ
# ભેજાનું દહીં કરવું
# ભેંશ આગળ ભાગવત
# ભેંશ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ
# ભેંશના શીંગડા ભેંશને ભારી
# મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
# મગજમાં રાઈ ભરાઈ જવી
# મગનું નામ મરી ન પાડે
# મગરનાં આંસુ સારવા
# મણ મણની ચોપડાવવી
# મન હોય તો માળવે જવાય
# મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ
# મનનો ઊભરો ઠાલવવો
# મનમાં પરણવું ને મનમાં રાંડવું
# મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા
# મરચા લાગવા
# મરચાં લેવા
# મરચાં વાટવા
# મરચું-મીઠું ભભરાવવું
# મરતાને સૌ મારે
# મરતો ગયો ને મારતો ગયો
# મસાણમાંથી મડા બેઠા કરવા
# મસીદમાં ગયું'તું જ કોણ?
# મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
# મળે તો ઈદ, ન મળે તો રોજા
# મંકોડી પહેલવાન
# મા કરતાં માસી વહાલી લાગે
# મા તે મા, બીજા બધા વગડાના વા
# મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી
# મા મૂળો ને બાપ ગાજર
# માખણ લગાવવું
# માગુ દીકરીનું હોય - માગુ વહુનું ન હોય
# માણસ માત્ર ભૂલને પાત્ર
# માણસ વહાલો નથી માણસનું કામ વહાલું છે
# માથા માથે માથું ન રહેવું
# માથાનો મળી ગયો
# માથે દુખનાં ઝાડ ઉગવા
# માથે પડેલા મફતલાલ
# માના પેટમાંય સખણો નહિ રહ્યો હોય
# મામા બનાવવા
# મામો રોજ લાડવો ન આપે
# મારવો તો મીર
# મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
# મારે મીર ને ફૂલાય પીંજારો
# માંગ્યા વિના મા પણ ન પીરસે
# માંડીવાળેલ
# મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે
# મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
# મિયાં મહાદેવનો મેળ કેમ મળે
# મિયાંની મીંદડી
# મીઠા ઝાડના મૂળ ન ખવાય
# મુલ્લાની દોડ મસીદ સુધી
# મુવા નહિ ને પાછા થયા
# મુસાભાઈના વા ને પાણી
# મૂઈ ભેંશના ડોળા મોટા
# મૂછે વળ આપવો
# મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
# મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
# મૂરખના ગાડાં ન ભરાય
# મેથીપાક આપવો
# મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
# મેલ કરવત મોચીના મોચી
# મોઢાનો મોળો
# મોઢામાં મગ ભર્યા છે?
# મોઢું જોઈને ચાંદલો કરાય
# મોરના ઈંડાને ચીતરવા ન પડે
# મોસાળમાં જમણ અને મા પીરસનાર
# મોં કાળું કરવું
# મોં પરથી માંખી ઉડતી નથી
# મોં માથાના મેળ વિનાની વાત
# યથા રાજા તથા પ્રજા
# રંગ ગયા પણ ઢંગ ન ગયા
# રાઈના પડ રાતે ગયા
# રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
# રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
# રાત ગઈ અને વાત ગઈ
# રાત થોડી ને વેશ ઝાઝા
# રાતે પાણીએ રોવાનો વખત
# રામ રમાડી દેવા
# રામ રાખે તેને કોણ ચાખે
# રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
# રામના નામે પથ્થર તરે
# રામબાણ વાગ્યા હોય તે જાણે
# રાંડ્યા પછીનું ડહાપણ
# રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
# રાંધેલ ધાન રઝળી પડ્યા
# રૂપ રૂપનો અંબાર
# રેતીમાં વહાણ ચલાવવું
# રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
# રોજની રામાયણ
# રોટલાથી કામ કે ટપટપથી
# રોતો રોતો જાય તે મુવાની ખબર લઈ આવે
# રોદણા રોવા
# લખણ ન મૂકે લાખા
# લગને લગને કુંવારા લાલ
# લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
# લંકાની લાડી ને ઘોઘાનો વર
# લંગોટીયો યાર
# લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
# લાકડાની તલવાર ચલાવવી
# લાકડે માંકડું વળગાવી દેવું
# લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
# લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
# લાજવાને બદલે ગાજવું
# લાલો લાભ વિના ન લોટે
# લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
# લીલા લહેર કરવા
# લે લાકડી ને કર મેરાયું
# લેતાં લાજે ને આપતાં ગાજે
# લોઢાના ચણા ચાવવા
# લોઢું લોઢાને કાપે
# લોભને થોભ ન હોય
# લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
# લોભે લક્ષણ જાય
# વખાણેલી ખીચડી દાઢે વળગે
# વટનો કટકો
# વઢકણી વહુ ને દીકરો જણ્યો
# વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
# વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી
# વરને કોણ વખાણે? વરની મા!
# વરસના વચલા દહાડે
# વહેતા પાણી નિર્મળા
# પહેતા પાણીમાં હાથ ધોઈ લેવા
# વહેતી ગંગામાં ડુબકી લગાવવી
# વહેમનું કોઈ ઓસડ નથી
# વહોરાવાળું નાડું પકડી ન રખાય
# વા વાતને લઈ જાય
# વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
# વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
# વાડ ચીભડા ગળે
# વાડ વિના વેલો ન ચડે
# વાણિયા વાણિયા ફેરવી તોળ
# વાણિયા વિદ્યા કરવી
# વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
# વાણિયો રીઝે તો તાળી આપે
# વાત ગળે ઉતરવી
# વાતનું વતેસર કરવું
# વાતમાં કોઈ દમ નથી
# વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
# વાર્યા ન વળે તે હાર્યા વળે
# વાવડી ચસ્કી
# વાવો તેવું લણો, કરો તેવું પામો
# વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
# વાંઢાને કન્યા જોવા ન મોકલાય
# વાંદરાને સીડી ન અપાય
# વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
# વિદ્યા વિનયથી શોભે
# વિના ચમત્કાર નહિ નમસ્કાર
# વિનાશકાળે વિપરીત બુદ્ધિ
# વિશ્વાસે વહાણ તરે
# વીસનખી વાઘણ
# વીંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
# વેંત એકની જીભ
# શંકા ભૂત અને મંછા ડાકણ
# શાંત પાણી ઊંડા હોય
# શાંતિ પમાડે તે સંત
# શિયા-વિયા થઈ જવું
# શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
# શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો
# શીરા માટે શ્રાવક થવું
# શીંગડા, પૂંછડા વિનાનો આખલો
# શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
# શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
# શેઠની શિખામણ ઝાંપા સુધી
# શેર માટીની ખોટ
# શેરના માથે સવા શેર
# શોભાનો ગાંઠીયો
# સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
# સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
# સક્કરવાર વળવો
# સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ
# સત્તર પંચા પંચાણું ને બે મૂક્યા છૂટના, લાવો પટેલ સોમાં બે ઓછા
# સત્તા આગળ શાણપણ નકામું
# સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
# સદાનો રમતારામ છે
# સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
# સળગતામાં હાથ ઘાલો તો હાથ તો દાઝે જ ને
# સંઘર્યો સાપ પણ કામ આવે
# સંતોષી નર સદા સુખી
# સંસાર છે ચાલ્યા કરે
# સાચને આંચ ન આવે
# સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન
# સાનમાં સમજે તો સારું
# સાપ ગયા અને લીસોટા રહ્યા
# સાપના દરમાં હાથ નાખવો
# સાપને ઘેર સાપ પરોણો
# સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
# સારા કામમાં સો વિઘન
# સાંઠે બુદ્ધિ નાઠી
# સીદીભાઈને સીદકાં વહાલાં
# સીદીભાઈનો ડાબો કાન
# સીધી આંગળીએ ઘી ન નીકળે
# સીંદરી બળે પણ વળ ન મૂકે
# સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
# સુતારનું મન બાવળિયે
# સુરતનું જમણ ને કાશીનું મરણ
# સૂકા ભેગુ લીલું બળે
# સૂપડાં સાફ થઈ ગયાં
# સૂળીનો ઘા સોયથી સર્યો
# સેવા કરે તેને મેવા મળે
# સો દવા એક હવા
# સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
# સો વાતની એક વાત
# સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
# સોના કરતાં ઘડામણ મોંઘું
# સોનાની થાળીમાં લોઢાનો મેખ
# સોનાનો સૂરજ ઉગવો
# સોનામાં સુગંધ મળે
# સોનીના સો ઘા તો લુહારનો એક ઘા
# સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
# સોળે સાન, વીસે વાન
# સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
# સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી
# હલકું લોહી હવાલદારનું
# હવનમાં હાડકાં હોમવા
# હવેલી લેતા ગુજરાત ખોઈ
# હસવામાંથી ખસવું થવું
# હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
# હસે તેનું ઘર વસે
# હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
# હળાહળ કળજુગ
# હાથ ઊંચા કરી દેવા
# હાથના કર્યા હૈયે વાગ્યા
# હાથમાં આવ્યું તે હથિયાર
# હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
# હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
# હાથીની પાછળ કૂતરા ભસે
# હાર્યો જુગારી બમણું રમે
# હિંમતે મર્દા તો મદદે ખુદા
# હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
# હું પહોળી ને શેરી સાંકડી
# હું મરું પણ તને રાંડ કરું
# હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?
# હુતો ને હુતી બે જણ
# હૈયા ઉકલત
# હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
# હૈયે છે પણ હોઠે નથી
# હૈયે રામ વસવા
# હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
# હોળીનું નાળિયેર
# ક્ષમા વીરનું ભૂષણ છે

Thursday, June 10, 2010

ઐસી લાગી લગન

હૈ આઁખ વો [2]
જો શ્યામકા દરશન કીયા કરે
વો શીશ
જો પ્રભુકે ચરણમેં વંદન કીયા કરે
બેકાર વો મુખ હૈ [2]
જો રહે ગલત બાતોંમેં
મુખ વો હૈ
જો હરિકા સુમીરન કીયા કરે
હીરે મોતી [2]
સે નહીં શોભા હાથ કી
હૈ હાથ
જો ભગવાનકી પૂજા કીયા કરે
મર કર ભી અમર
નામ હૈ જીવકા જગમેં
પ્રભુ પ્રેમમેં બલિદાન જો જીવન કીયા કરે

ઐસી લાગી રે લગન મીરા હો ગઈ મગન
વો તો ગલી ગલી હરી ગુન ગાને લગી
મહેલોં મેં પલી, બનકે જોગન ચલી
મીરા રાની દિવાની કહાને લગી

કોઈ રોકે નહીં કોઈ ટોકે નહીં
મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી
બૈઠી સંતોકે સંગ,રંગી મોહનકે રંગ
મીરા પ્રેમી પ્રીતમ કો મનાને લગી
-- ઐસી લાગી લગન

રાણાને વિષ દિયા,માનો અમૃત પિયા
મીરા સાગરમેં સરિતા સમાને લગી
દુઃખ લાખોં સહે, મુખ સે ગોવિંદ કહે
મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી
-- ઐસી લાગી લગન

Wednesday, June 2, 2010

ઝવેરચંદ મેઘાણી

‘ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી
કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી.’


લાગ્યો કસુંબીનો રંગ

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…
પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

માં - રવિન્દ્રનાથ ટાગોર

કોઈ દી સાંભરે નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ...
શ્રાવણની કોક કોક વે'લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લઈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરી નઇ.

શિવાજીનું હાલરડું

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

રક્ત ટપકતી સો સો ઝોળી

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’

ચારણ-કન્યા

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચા ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!
જમરાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
બહાદરઊઠે!

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે
ઘરઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે!
ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે!
પેટભરા ! તું ઊભો રે’જે!
ભૂખમરા ! તું ઊભો રે’જે!

ચોર-લૂંટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચારણ—કન્યા !
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!

હું દરિયાની માછલી

દરિયાના બેટમાં રે’તી,
પ્રભુજીનું નામ લે’તી,
હું દરિયાની માછલી!


હાં રે મને બારણે કઢવી નો’તી,
હું દરિયાની માછલી!


જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી! -દરિયાના…


દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી! -દરિયાના…


તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…


છીપલીની છાતીઓથી કોણ હવે ઝીલશે,
મોં ઊઘાડી મોતીડાં રૂપાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…


દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી!

ફૂલમાળ

વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન;

રોપાણાં ત્રણ રૂખડાં હો…જી

વીરા ! એની ડાળિયું અડી આસમાન;

મુગતિના ઝરે ફૂલડાં હો…જી


વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર;

ઇંધણ તોય ઓછાં પડ્યાં હો…જી

વીરા મારા ! સતલજ નદીને તીર;

પિંજર પૂરાં નો બળ્યાં હો…જી


વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ;

નવ નવ ખંડે લાગિયું હો…જી

વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ;

ઠારેલી ભલે ટાઢિયું હો…જી


વીરા ! તારા પંથડા વિજન ને અઘોર;

ઓરાણો તું તો આગમાં હો…જી

વીરા ! તારાં વસમાં જિગરનાં જોર;

લાડકડા ! ખમા ખમા હો…જી


વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ;

ધાવેલાં હજી ફોરતાં હો…જી

વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત;

જાણ્યું તેં, જોગી, ચોળતાં હો…જી


વીરા ! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ;

દુનિયાથી દૂરે દોડવા હો…જી

વીરા ! તારે અચળ હતા વિશ્વાસ;

જનમીને ફરી આવવા હો…જી


વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ;

તરસ્યોયે નો’તો રક્તનો હો…જી

વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ;

માભૂમિ કેરા ભક્તનો હો…જી


વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ;

પે’રીને પળ્યો પોંખણે હો…જી

વીરા ! તારું વદન હસે ઊજમાળ;

સ્વાધીનતાના તોરણે હો…જી

કોડિયું

અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.

તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’

છેલ્લી પ્રાર્થના

હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!


અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!


પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું -
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું,જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!


નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે;
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?;


જુઓ આ,તાત!ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!


ભલે હો રાત કાળી - આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!


તૂટે છે આભઊંચા આપણા આશામિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

ઘટમાં ઘોડા થનગને

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ


આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે
ગરુડ શી પાંખ આતમ વિષે ઉઘડે


કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે
રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે


કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ
કેસરી વીરના કોડ હરશો નહિ
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ


રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય
લાતો ખાધી, લથડિયાં એ દિન ચાલ્યા જાય


લાત ખાવા તણાં દિન હવે ચાલિયાં
દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં
માગવી આજ મેલી અવરની દયા
વિશ્વ સમરાંગણે તરુણદિન આવિયા


અણદીઠને દેખવા, અણતગ લેવા તાગ
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ


લોપવી સીમ, અણદીઠને દેખવું
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું
ઘૂમવા દિગ્દિગંતો, શૂળી પર સૂવું
આજ યૌવન ચહે એહ વિધ જીવવું

મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે

મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે
નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે

મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે
મારા લોચનમાં મદઘેન ભરે
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે

મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે

મન મોર બની થનગાટ કરે

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે

મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે

મન મોર બની થનગાટ કરે

શૌર્યગીત: ખમા ! ખમા ! લખ વાર

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર :
લ્યાનત હજો હજાર એહવા આગેવાનને :
બીજાંને બથમાં લઇ થાપા થાબડનાર,
પોતાંના વડિયાં કરે કદમે રમતાં બાળ :
ખમા ! ખમા ! લખ વાર એહવા આગેવાનને.
સિંહણ-બાળ ભૂલી ગયાં ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ :
મુગતિ કેરી ભૂખ જગવણહાર ઘણું જીવો !
પા પા પગ જે માંડતા, તેને પ્હાડ ચડાવ
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ,
રાતા રંગ ચડાવ એહવા આગેવાનને !
પગલે પગલે પારખાં, દમ દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો : ભરિયા પોંખણ-થાળ;
કૂડાં કાળાં આળ ખમનારા ! ઘણી ખમા.
બાબા ! જીત અજીત સબ તેં ધરિયાં ધણી-દ્વાર,
મરકલડે મુખ રંગિયા, દિલ રંગ્યાં રુધિરાળ;
રુદિયે ભરી વરાળ, હસનારા ! ઝાઝી ખમા.

ચૂંદડી

ચૂંદડી ચૌદ લોકમાં ગોતું
આભમાં ગોતું,
ગોબમાં ગોતું,
સાત પાતાળે ઘૂમતી ગોતું. -ચૂંદડી.

ચૂંદડી ચાર રંગમાં બોળી!
લાલ પીલાં પરભતમાં બોળી,
ચાંદલી પૂનમ રાતમાં બોળી,
વીજળી કેરા હોજમાં બોળી,
મેઘધનુના ધોધમાં બોળી. --ચૂદડી.


ચૂંદડી ચાર ચોકમાં ઓઢું!
માન સરોવર ઝીલતી ઓઢું,
આભની વેલ્યે વીણતી ઓઢું,
ડુંગરેદુંગર દોડતી ઓઢું,
વાયરા ઉપર પોઢતી ઓઢું. --ચૂંદડી


ચૂંદડી ચાર છેડલે ફાટી!
રાસડા લેતાં,
તાળીઓ દેતાં,
સાગરે ન્હાતાં નીરમાં ફાટી. --ચૂંદડી.

Tuesday, June 1, 2010

મીરાંબાઈ ના ભજન

મેરે તો ગિરિધર ગોપાલ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ;
દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ ...મેરે તો
ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ;
સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ ...મેરે તો
ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ;
અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ ...મેરે તો
દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ;
રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ ...મેરે તો
અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ;
મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ ...મેરે તો

મારો હંસલો નાનો

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

મને લાગી કટારી પ્રેમની

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;
મુને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયા'તાં;
હતી ગાગર માથે હેમની રે;
મુને લાગી કટારી પ્રેમની.
કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે;
મુને લાગી કટારી પ્રેમની.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે;
મુને લાગી કટારી પ્રેમની.

ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા;
ઝેર તો પીધા છે જાણી જાણી;
નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા.
ઝેર તો પીધા છે જાણી જાણી;
કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.
સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે;
સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.
સાધુડાના સંગ મીરાં છોડી દો;
તમને બનાવું રાજરાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.
સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે;
જનમોજનમની બંધાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.

મનડું વિંધાણું રાણા

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું.....
નીંદા કરે છે મારી નગરીના લોક રાણા;
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું.....
ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા;
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું.....
બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા;
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું.....

મેરો દરદ ન જાણૈ કોય

હે રી મૈં તો પ્રેમ-દિવાની મેરો દરદ ન જાણૈ કોય |
ઘાયલ કી ગતિ ઘાયલ જાણૈ જો કોઈ ઘાયલ હોય |
જૌહરિ કી ગતિ જૌહરી જાણૈ કી જિન જૌહર હોય |
સૂલી ઊપર સેજ હમારી સોવણ કિસ બિધ હોય |
ગગન મંડલ પર સેજ પિયા કી કિસ બિધ મિલણા હોય |
દરદ કી મારી બન-બન ડોલૂં બૈદ મિલ્યા નહિં કોય |
મીરા કી પ્રભુ પીર મિટેગી જદ બૈદ સાંવરિયા હોય |

મુખડાની માયા લાગી રે

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા;
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ન્યારું રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરીએ રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.
સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;
તેવા ઘેર શીદ જઈએ રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.
પરણું તો પ્રીતમ પ્યારો, રાંડવાનો ભય ટળ્યો રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.
મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.

રામ રમકડું જડિયું રે

રામ રમકડું જડિયું રે, રાણાજી;
મને રામ રમકડું જડિયું.
રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું;
નહિ કોઈના હાથે ઘડિયું રે;
મને રામ રમકડું જડિયું.
મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા;
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે;
મને રામ રમકડું જડિયું.
સૂના શિખરના ઘાટથી ઉપર;
અગમ અગોચર નામ પડિયું રે;
મને રામ રમકડું જડિયું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
મન મારું શામળિયા સંગ જડિયું રે;
મને રામ રમકડું જડિયું.

નંદલાલ નહિ રે આવું

નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે;
કામ છે, કામ છે, કામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના;
વચ્ચમાં ગોકુળિયું ગામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
વનરા રે વનમાં રાસ રચ્યો છે;
સો-સો ગોપીઓની વચ્ચે એક કહાન છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
વનરા તે વનની કુંજગલીમાં;
ઘેરઘેર ગોપીઓના ઠામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
વનરા તે વનના મારગે જાતાં;
દાણ આપવાની મુને ઘણી હામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
બાઈ મીરાં રહે પ્રભુ ગિરધરનાં ગુણ;
ચરણકમળમાં મુજ વિશ્રામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

મુજ અબળાને મોટી મીરાત

મુજ અબળાને મોટી મીરાત બાઈ;
શામળો ઘરેણું મારું સાચું રે.
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી;
હાર હરિનો મારે હૈયે રે.
ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો;
શીદ સોની ઘેર જઈએ રે.
ઝાંઝરિયાં જગજીવન કેરાં;
કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે.
વિંછુવા ઘૂઘરા રામ નારાયણના;
અણવટ અંતરજામી રે.
પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી;
ત્રિકમ નામનું તાળું રે.
કૂંચી કરાવું કરુણાનંદ કેરી;
તેમાં ઘરેણું મારું ઘાલું રે.
સાસરવાસો સજીને બેઠી;
હવે નથી કંઈ કાચું રે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
હરિને ચરણે જાચું રે.

પગ ઘુંઘરૂ બાંધ

પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
મૈં તો મેરે નારાયણ કી આપહિ હો ગઇ દાસી રે |
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
લોગ કહૈ મીરા ભઇ બાવરી ન્યાત કહૈ કુલનાસી રે |
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
બિષ કા પ્યાલા રાણાજી ભેજ્યા પીવત મીરા હાઁસી રે |
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
મીરા કે પ્રભુ ગિરધર નાગર સહજ મિલે અબિનાસી રે |
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||

ભારતીય સંસ્કૃતિ

આપણા કુલ 4 વેદો છે.
ઋગવેદ, સામવેદ, અથર્વેદ, યજુર્વેદ

કુલ 6 શાસ્ત્ર છે.
વેદાંગ, સાંખ્ય, નિરૂક્ત, વ્યાકરણ, યોગ, છંદ

આપણી 7 નદી
ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી

આપણા 18 પુરાણ
ભાગવતપુરાણ, ગરૂડપુરાણ, હરિવંશપુરાણ, ભવિષ્યપુરાણ, લિંગપુરાણ, પદ્મપુરાણ, બાવનપુરાણ, બાવનપુરાણ, કૂર્મપુરાણ, બ્રહ્માવતપુરાણ, મત્સ્યપુરાણ, સ્કંધપુરાણ, સ્કંધપુરાણ, નારદપુરાણ, કલ્કિપુરાણ, અગ્નિપુરાણ, શિવપુરાણ, વરાહપુરાણ

પંચામૃત
દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ

પંચતત્વ
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ

ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ

ત્રણ દોષ
વાત, પિત્ત, કફ

ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ

સાત સાગર
ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર

સાત દ્વીપ
જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ

ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

ત્રણ જીવ
જલચર, નભચર, થલચર

ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ

ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર

ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ

ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ

અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ, પિત્તળ, રાંગુ

પંચ દ્રવ્ય
ગાયનું દૂધ, દહીં, દ્રુત, છાણ, ગૌમુત્ર

પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય

ચૌદ રત્ન
અમૃત, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચૈશ્રવા ઘોડો, પાંચજન્ય શંખ, ચન્દ્રમા, ધનુષ, કામધેનુ, ધનવન્તરિ. રંભા અપ્સરા, લક્ષ્મીજી, વારુણી, વૃષ

નવધા ભક્તિ
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન

ચૌદભુવન
તલ, અતલ, વિતલ, સુતલ, સસાતલ, પાતાલ, ભુવલોક, ભુલૌકા, સ્વર્ગ, મૃત્યુલોક, યમલોક, વરૂણલોક, સત્યલોક, બ્રહ્મલોક